Talati Exam Sanmati form||Talati Answer key||Talati Exam Results

Talati Exam Sanmati form||Talati Answer key||Talati Exam Results
તલાટીની પરીક્ષાને લઇ આખરી નિર્ણય લેવાઇ ગયો છે. હવે 7 મેના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મામલે જાહેરાત કરી છે. બીજી બાજુ તલાટીની પરીક્ષાને લઈને ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે વધુ વિગતો જણાવી છે. તેમણે જણાવ્યું છે કે, પહેલાં ઉમેદવારોનું OJAS પર કન્ફર્મેશન લેવાશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. મશીનરી, પ્રીન્ટિંગમાં વ્યય અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા આપવા માગતા ઉમેદવારોએ ઓજસ પર ફોર્મ ભરવું પડશે. પરીક્ષામાં 50 ટકાથી પણ ઓછા ઉમેદવારો બેસતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું ફરજિયાત છે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કન્ફર્મેશનના ફોર્મ આવતીકાલથી ઓજસ વેબસાઈટ પર ફોર્મ ભરાશે. જે ફોર્મ ભરી કન્ફર્મ કરશે એજ પરીક્ષા આપી શકશે. ફોર્મ ભરવા માટે 6 દિવસનો સમય આપવામાં આવશે અને જે લોકો બીજીવારનું ફોર્મ ભરશે તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. બેઠક વ્યવસ્થાને લઇ તેમણે જણાવ્યું હતું કે, જુનિયર કલાર્કની જેમ તલાટીની પરીક્ષા માટે પણ અલગ-અલગ જીલ્લાઓમાં રહેશે.
જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા નીચે કલીક કરો.

Leave a Comment