Suryoday Yojana: હવે ઘર પર મફતમા લાગશે સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; વર્ષે 12 થી 15 હજારની આવક

Suryoday Yojana: પ્રધાનમંત્રી સુર્યોદય યોજના: રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારત દિન પ્રતિદિન હરણફાળ વિકાસ કરી રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટમા જાહેર કરવામાં આવેલી નવી સરકારી યોજ્ના એટલે જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની માહિતી ધીમે ધીમે સામે આવી રહી છે. આ યોજના ની જોગવાઇઓ અંતર્ગત લોકોને હવે પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધારે સબસીડી આપવામા આવશે. લોકો કઇ પણ શરૂઆત નો ખર્ચ ક ખર્ચ કર્યા વિના પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકસે અને વીજળી ઉત્પન્ન કરી શકશે.

Suryoday Yojana

ઉલ્લેખનીય છે કે Suryoday Yojana ની જોગવાઇ હાલમા જ રજુ થયેલા બજેટમા કરવામા આવી છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે ઊર્જા મંત્રી આરકે સિંહે. વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ નવી યોજના અંતર્ગત લોકોને તેમની ઘરની છત પર સોલાર પેનલ લગાવી વિજળી ઉત્પન્ન કરવા માટે હવે વધુ સબસીડી આપવામા આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે અગાઉ લોકો ને પોતાની છત પર સોલાર પેનલ લગાવવી હોય તો તેના માટે 40 ટકા સબસીડી આપવામા આવતી હતી. પરંતુ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત હવે 60 ટકા જેટલી સબસીડી આપવામા આવશે. બાકી ની 40 ટકા રકમ ની લોકો ને લોન આપવામા આવશે. આમ આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવા માટે કોઇ રોકાણ નહિ કરવુ પડે

સરકારનો આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો આશય એ છે કે, આર્થિક રીતે નબળા લોકો પણ આ યોજનાનો વધુમાં વધુ ફાયદો લઇ શકે.. આ યોજના અંતર્ગત સરકારે એક કરોડ ઘરોની છત પર આ યોજના અંતર્ગત સોલર પેનલ લગાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામા આવ્યો છે. આ યોજના મા સરકાર સબસીડી વધારીને ઈચ્છે છે કે, વધુમાં વધું લોકો રોકાણ કર્યા વગર લોન લઇને આ યોજનાનો લાભ લઈ પોતાના ઘર પર સોલર પેનલ લગાવી શકે. અને ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધુ વિકાસ કરી શકે. આ યોજના ખાસ એવા લોકો માટ છે જેમનો મહિને વીજ વપરાશ 300 યુનીટ થી ઓછો છે.

પ્રધાનમંત્રી સુર્યોદય યોજના

આ યોજનાની મળતી વિગતો મુજબ મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે.

  • આ યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિ લોન લેવા માગે છે તો તેમણે કોઇ વધારાનુ નાણાકીય રોકાણ નહિ કરવુ પડે.
  • સરકાર આ યોજનાને લાગૂ કરવા માટે સ્પેશિયલ પર્પસ વ્હીકલ એટલે કે એસપીવી બનાવી રહ્યું છે.
  • આ યોજના અંતર્ગત દરેક રાજ્ય માટે અલગ એસપીવી બનાવવામા આવશે.
  • એસપીવી નુ મુખ્ય કામ સરકાર તરફથી આપવામા આવતી 60 ટકા સબ્સિડી ઉપરાંત બાકીના 40 ટકાનો ભાગ લોન તરીકે આપવાનુ છે.
  • છત પર લગાવેલી સોલાર પેનલ થી જરુરિયાતથી વધારે ઉત્પન્ન થતી વીજળી એસપીવી દ્વારા લોકો પાસેથી ખરીદવામા આવશે. અને તેનાથી લોનની ભરપાઈ કરવામા આવશે.
  • લોકોને મહિને 300 યુનીટ સુધી થતી વીજ ઉત્પન્ન માટે કોઇ વીજબીલ નહિ ભરવુ પડે.
  • આ રીતે 10 વર્ષમાં લીધેલી લોનની ભરપાઇ થઈ જશે અને લોન ભરપાઇ થઈ ગયા બાદ સોલર પેનલ પ્રોપર્ટી લાભાર્થીના નામ પર ટ્રાન્સફર કરવામા આવશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન બાદ પીએમ સુર્યોદય યોજના ની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા આ યોજના ની જોગવાઇ કરી હતી. ચાલુ વર્ષે રજુ થયેલા બજેટમાં આ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે. નાણામંત્રીએ પોતાના બજેટ મા ભાષણમાં કહ્યું હતું કે, આ યોજનાથી લોકો વાર્ષિક 10 હજારથી 18 હજાર રૂપિયા સુધીની બચત કરી શકશે.

Leave a Comment