PVC Aadhar Card: પીવીસી આધાર કાર્ડ: આપણી પાસે રહેલા વિવિધ ગવર્નમેન્ટ આઇ.ડી. પ્રૂફ પૈકી આધાર કાર્ડ સૌથી વધુ મહત્વનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડની અવારનવાર જરૂર પડતી હોય છે. પરંતુ ઓરીજનલ આધાર કાર્ડ પાકીટમા સાથે રાખવાથી તે તૂટવાની અને ખરાબ થવાની શકયતા રહે છે. પરંતુ આધાર કાર્ડ ઇશ્યુ કરતી ઓફીસીયલ સંસ્થા UIDAI હવે એટીએમ કાર્ડ જેવુ જ પીવીસી આધાર કાર્ડ પ્રોવાઇડ કરવાની સુવિધા આપી રહ્યુ છે. આ માટે તમારે માત્ર 50 રૂ. જ ફી ચૂકવવાની રહેશે.
PVC Aadhar Card
PVC Aadhar Card હવે તમે ઘરેબેઠા જ ઓનલાઇન પ્રોસેસ કરીને મંગાવી શકો છો. બીજી મહત્વની વાત એ છે કે પીવીસી આધાર કાર્ડ કઢાવવા માટે તમારે કોઇ ઓફીસમા જવાની કે લાઇનમા ઉભા રહેવાની જરૂર નથી. ઘરેબેઠા જ તમે આધાર કાર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન મંગાવી શકો છો.
પીવીસી આધાર કાર્ડ મંગાવવાની પ્રોસેસ
આધાર કાર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવાની પ્રોસેસ નીચે મુજબ છે. જે તમે પ્રોસેસ ફોલો કરીને આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.
- પીવીસી આધાર કાર્ડ કઢાવવા માટે તમારે સૌ પ્રથમ આધાર કાર્ડ માટેની ઓફીસીયલ વેબસાઇટ UIDAI ની વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઇટ મા MyAadhar સેકશન મા જવાનુ રહેશે.
- આ વેબસાઈટ પર તમારે તમારો 12 અંકનો આધાર નંબર સબમીટ કરવાનો થશે.
- આ પછી તમારે ત્યા આપેલો કેપ્ચા કોડ નાખવાનો થશે.
- ત્યારબાદ આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મેળવવા માટે Send OTP પર ક્લિક કરો.
- આ પછી, આપેલ ખાનામા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર આવેલો OTP નાખો અને સબમિટ કરો.
- આ પછી, તમારે ‘My Aadhaar’ વિભાગમાં જવું પડશે અને ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરો.
- આ પછી તમને તમારા આધાર ની માહિતી જોવા મળશે. અહીં NEXT ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી તમારે નીચે આપેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
- જ્યાં તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPI જેવા વિવિધ ઓપ્શન પેમેન્ટ માટે જોવા મળશે.
- આ પછી તમને પેમેન્ટ પેજ પર રીડીરેકટ કરવામા આવશે. તમારે અહીં 50 રૂપિયા ફી પેમેન્ટ કરવાની રહેશે.
- પીવીસી આધાર કાર્ડ માટે ની આ ફી પેમેન્ટ ની પ્રોસેસ બાદ તમારી પીવીસી આધાર કાર્ડ ઓર્ડર ની પ્રોસે પુરી થશે.
- આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, UIDAI આધારને પ્રિન્ટ કરશે અને તેને 5 દિવસમાં પોસ્ટ દ્વારા મોકલવામા આવશે.
- આ પછી પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ થી તમારા રજીસ્ટર્ડ એડ્રેસ પર તમને મળી જશે.
અગત્યની લીંક
આધાર કાર્ડ ને લગતા કામ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?