વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો

વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામા આવી છે. મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી જ એક સહાયકારી યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજના મા કઇ રીતે સહાય આપવામા આવે છે તેની માહિતી મેળવીશુ.

વૃદ્ધ પેન્શન યોજના

પાત્રતા ધોરણો

  • આ યોજનાનો લાભ મેળવવા માટે 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધો ફોર્મ ભરી શકે છે.
  • BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ. જો કે હવે નવી જોગવાઇ અનુસાર BPL યાદિમા ન હોય તો પણ આ યોજના અંતર્ગત સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

અરજી ક્યા આપવી?

આ યોજના અંતગત સહાયનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ ફોર્મ ભરી જરૂરી ડોકયુમેન્ટ જોડી અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પરથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

વૃદ્ધ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના અંતર્ગત સહાય ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટની જરૂરીયાત રહે છે.

  • ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ

મળતી સહાય

આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને દર મહિને રૂ. રૂ. 1000 /- ની સહાય તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને દર મહિને રૂ. 1250/- સહાય ચુકવવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી અને ભરી શકાય છે.

  • તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
  • તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી પણ ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ આર્ટીકલમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.

પેન્શન યોજના ફોર્મ

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

  • તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
  • મામલતદાર કચેરીએથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાય છે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.

આ યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધો કે જેમની ઉંમર મોટી હોય અને આવકનુ કોઇ સાધન ન હોય તથા નિરાધાર હોય તેમને દર મહિને સહાય મળવાથી તેમનુ ગુજરાત ચાલી શકે છે. વૃદ્ધ સહાય માટેના ફોર્મ આ પોસ્ટમા નીચે આપેલ છે.

વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ

૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.

આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.

સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.

અગત્યની લીંક

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મઅહિં ક્લીક કરો

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મઅહિં ક્લીક કરો

www.akparmar.com

Leave a Comment