GSSSB CCE EXAM CALL LETTER NOTIFICATION

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી વર્ગ 3ની પરીક્ષા નવો સિલેબસ GSSSB CCE Syllabus 2024

GSSSB New Exam Pattern 2024

ગુજરાત સરકારના વર્ગ 3 ની ભરતી માટે અગાઉના પરીક્ષા માળખામાં પ્રથમ MCQ પરીક્ષા અને ત્યારબાદ CPT (Computer Proficiency Test) ના આધાર પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી પરંતુ હવે સરકારની નવી પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષા યોજાશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા ના આધાર પર થશે. તો આવો જાણીએ GSSSB New Exam Pattern 2024 માં પ્રિલીમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા નું માળખું કેવું રહેશે.

પ્રિલિમનરી પરીક્ષા

હવે વર્ગ 3 ની બધી જ જગ્યાઓ માટે જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કલેક્ટર ઓફિસર ના ક્લાર્ક વગેરેની પરીક્ષા એક સાથે યોજવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા લેવાશે જે MCQ બેઝ હશે અને આ પરીક્ષા 100 માર્કની રહેશે. ત્યારબાદ પ્રિલિમનરી પરીક્ષાના કટ-ઓફ આધારીત ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

વર્ગ 3 ની નવી પરીક્ષા પદ્ધતી નો સિલેબસ

No.SubjectMarks1Reasoning402Quantitative Aptitude303English154Gujarati15Total100 Marks

GSSSB New Exam Pattern

  • મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ- એ અને ગ્રુપ – બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
  • પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્નદીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમયે 60 મિનિટનો રહેશે.
  • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવબાદીઠ 0.25 ગુણ નેગેટીવ માર્કિંગ રહેશે
  • દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
  • પ્રાથમિક કસોટી ફક્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં
  • અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
  • પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ એ અને ગ્રુપ બે માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

મુખ્ય પરીક્ષા 

મુખ્ય પરીક્ષામાં બે ગ્રુપ પ્રમાણે ભરતી પ્રક્રિયા યોજાશે જેમાં ગ્રુપ A માં ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને કલેક્ટર ઓફિસ ના ક્લાર્ક વગેરેનો સમાવેશ થશે. જ્યારે ગ્રુપ B માં પંચાયતી વિભાગના જુનિયર ક્લાર્ક, ખાતાના વડા ની કચેરીના જુનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા પણ ગ્રૂપ પ્રમાણે યોજાશે જેમાં ગ્રૂપ એ માટે વર્ણાત્ત્મક પરીક્ષા(Descriptive Exam) જયારે ગ્રૂપ બી માટે MCQ બેઝ પરીક્ષા યોજવામાં આવશે, તો આવો જાણીએ Class 3 Main Exam Syllabus 2024.

મુખ્ય પરીક્ષા ગ્રુપ A

મુખ્ય પરીક્ષા ના ગ્રુપ એ માં વણાત્મક પેપર સ્ટાઇલ મુજબ પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 3 પેપર લેવામાં આવશે. જેમાં પહેલા બે પેપર ગુજરાતી અને અંગ્રેજી ભાષાના રહેશે જે 100-100 માર્કના હશે અને ત્રીજું જનરલ સ્ટડીઝ પેપર રહેશે જે 150 માર્ક્સ નું રહેશે. આમ Group A Main Exam કુલ 350 માર્કની રહેશે.જેમાંથી કટોક આધારિત ઉમેદવારોની ગ્રુપ એની વિવિધ પોસ્ટો માટે પસંદગી થશે. 

Gujarat Class 3 Exam Pattern for Main Exam Group A

No.Paper NameMarksTime1Gujarati Language Skill1003 Hours2English Language Skill1003 Hours3General Studies1503 HoursTotal350

GSSSB New Exam Syllabus

ઉપરોક્ત વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા ના ગ્રૂપ એ ના ત્રણે પેપર નો સંપૂર્ણ સિલેબસ તમે ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી જોઈ શકો છો, જેની લિન્ક અમે નીચે સેર કરેલ છે.

મુખ્ય પરીક્ષા ગ્રુપ B

  ગ્રુપ B ની પરીક્ષા MCQ આધારિત રહેશે. આ પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થશે જેવા કે  અંગ્રેજી, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, રિઝનીંગ વગેરેનો સમાવેશ થશે. આ પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે. દરેક ખોટા માર્ક નો -0.25 નેગેટિવ  માર્કિંગ રહેશે.] વર્ગ 3 ની મુખ્ય પરીક્ષાના ગ્રુપ બી માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની પસંદગી પંચાયત વિભાગ હેઠળના જુનિયર ક્લાર્ક અને બીજા કેટલાક વિભાગો હેઠળના જુનિયર ક્લાર્ક માં પોસ્ટિંગ આપવામાં આવશે.

Gujarat Class 3 Exam Syllabus for Main Exam Group B

No.SubjectMarks1English202Gujarati203Polity/Public Administration/RTI/CPS/PCA304History, Geography, Culture Heritage305Economics, Environment, Science & Tech306Current Affairs and Current Affairs with Reasoning307Reasoning40Total200

GSSSB New Exam Pattern

GSSSB New Exam Pattern 2024 માં ગ્રૂપ B ની મુખ્ય પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેનો ટોટલ સમય 2 કલાક (120 મિનિટ) નો રહેશે.

ગુજરાત સરકારની નવી પરીક્ષા પધ્ધતી માટે અગત્યની બાબતો 

  • ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા માટે અરજી સબમિટ કરતી વખતે ગ્રૂપ– A અથવા ગ્રૂપ – B અથવા બંને માટે પસંદગી ભરવાની રહેશે.
  • પ્રિલિમ પરીક્ષા માટે ઓછામાં ઓછું 40% Qualification Standards રાખવામાં આવેલ છે.
  •  મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોની બોલાવવામાં આવશે.
  • ઉમેદવારોની ફાઈનલ સિલેક્શન મુખ્ય પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. 
  • ક્લાસ 3 ની પોસ્ટ માટે હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે નહીં.
  •  ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની રહેશે, જે અગાઉ 18 વર્ષ સુધીની હતી.
  •  વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં.
  • તમામ ઉમેદવારોન માટે અરજી ફી રાખવામા આવશે, અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમની ફી પરત કરવામાં આવશે.

GSSSB New Exam Pattern & Syllabus PDF :- Download Here

Leave a Comment