ચોમાસુ આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ, ચોમાસાના વરસાદ બાબતે અંબાલાલ ની આગાહિ

ચોમાસુ આગાહિ: Monsoon Forecast: અંબાલાલ ની આગાહિ: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ, ગરમી અને ઠંડી તથા વાવાઝોડા જેવા હવામાન બાબતે અવાર નવાર આગાહિઓ સામે આવતી હોય છે અને જે ઘણે ખરે અંશે સાચી પડતી હોય છે. એવામા આવતા વર્ષે ગરમી કેવી પડશે અને ચોમાસુ મા વરસાદ કેવો રહેશે તે બાબતે અંબાલાલ પટેલની આગાહિ સામે આવી છે. ચાલો જાણીએ આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ ની આગાહિ શું કહે છે ?

ચોમાસુ આગાહિ

અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદ બાદ હવે ગરમીની આગાહી સામે આવી છે. શિયાળો પુરો થવાને આરે છે અને હવે ગણતરીના દિવસોમાં જ હવે ગરમી પડવાની શરૂ થશે. ત્યારે આ વખતે કેવી ગરમી કેવી પડશે તે જાણવાની લોકોને તાલાવેલી છે. ત્યારે ગરમીને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલે કરી આગાહિ મુજબ આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી નીચો જશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની શકયતા નથી પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ સામાન્ય ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે રાજયમા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચુ જવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

અંબાલાલ ની આગાહિ

ગુજરાત ના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે કેવી ગરમી પડશે તે અંગે આગાહિ કરતા જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે અને લોકોએ સખત ગરમીનો સામનો કરવા તૈયાર રહેવુ પડશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી પડવાની શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં જ મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જવાની શકયતાઓ રહેલી છે. આ વર્ષનો ઉનાળા ની સખત ગરમી ને લીધે ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની શકયતા રહેલી છે. 20 એપ્રિલથી વધુ ગરમી નો અનુભવ થશે. એપ્રીલ મહિના ના અંતમા અને મે મહિનામા કાળઝાળ ગરમી પડશે.

વધુમા અંબાલાલે આગાહિ કરતા કહ્યું હતુ કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના લો પ્રેશર ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા લો પ્રેશર ઉભા થવાની શક્યતા છે. જો કે લોકો માટે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેવાની આગાહિ કરવામા આવી છે. અલ નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું રહે તેવી ધારણા છે.

સાથે સાથે આ વર્ષે કેરીનો પાક એક્વો રહેશે તે બાબતે પણ અંબાલાલ ની આગાહિ સામે આવી છે. ફેબ્રુઆરીનો મહિનો કેરીના પાક માટે નુકશાનકારક રહેવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું કે, સૂર્યનું રાશિ ભ્રમણ ને કારણે માર્ચ મહિનામા હવામાન મા પલટો આવવાની સંભાવના રહેલી છે. ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેવાની આગાહિ કરવામા આવી છે. જેના કારણે આંબાના મોર ખરે અને તેને નુકશાન થાય તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h થી વધુ રહે તેવી શકયતા છે. ખેતીના પાકોમા જીવાત અને રોગ આવવાથી ખેડૂતો એ વધુ કાળજી લેવી પડશે.

સાથે સાથે અંબાલાલ પટેલે એ પણઆગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટવાની અને ઠંડી પડવાની શકયતાઓ છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન મા વધારો થશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમી પડવાની શરુઆત થશે.

ચોમાસાના વરસાદ ઉપર સમગ્ર જનજીવન નો આધાર રહેલો હોય છે. ખાસ કરીને જગતનો તાત એટલે કે ખેડૂત મિત્રો ને ચોમાસુ કેવુ રહેશે તે ખાસ જાણવાની ઉત્કંઠા હોય છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંંબાલાલ પટેલની આગાહિ મુજબ ચાલુ વર્ષે ચોમાસા મા વરસાદ સારો રહેવાની શકયતા છે.

Read more

Students आसानी से घर बैठे पैसा कैसे कमा सकते है?

दोस्तों, आज हम आपको बताएँगे कि विद्यार्थी होने पर ऑनलाइन पैसे कैसे कमा सकते हैं। इस लेख में पैसे कमाने के लिए कदम-कदम निर्देश हैं। पैसा Important link :- ગુજરાત તલાટી ભરતી 2024: ગુજરાત તલાટી ભરતી 2024 માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે તલાટી કમ મંત્રીની લાયકાત 12 પાસથી … Read more