ચોમાસુ આગાહિ: આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ, ચોમાસાના વરસાદ બાબતે અંબાલાલ ની આગાહિ

ચોમાસુ આગાહિ: Monsoon Forecast: અંબાલાલ ની આગાહિ: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ, ગરમી અને ઠંડી તથા વાવાઝોડા જેવા હવામાન બાબતે અવાર નવાર આગાહિઓ સામે આવતી હોય છે અને જે ઘણે ખરે અંશે સાચી પડતી હોય છે. એવામા આવતા વર્ષે ગરમી કેવી પડશે અને ચોમાસુ મા વરસાદ કેવો રહેશે તે બાબતે અંબાલાલ પટેલની આગાહિ સામે આવી છે. ચાલો જાણીએ આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ ની આગાહિ શું કહે છે ?

ચોમાસુ આગાહિ

અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદ બાદ હવે ગરમીની આગાહી સામે આવી છે. શિયાળો પુરો થવાને આરે છે અને હવે ગણતરીના દિવસોમાં જ હવે ગરમી પડવાની શરૂ થશે. ત્યારે આ વખતે કેવી ગરમી કેવી પડશે તે જાણવાની લોકોને તાલાવેલી છે. ત્યારે ગરમીને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલે કરી આગાહિ મુજબ આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી નીચો જશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની શકયતા નથી પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ સામાન્ય ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે રાજયમા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચુ જવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

અંબાલાલ ની આગાહિ

ગુજરાત ના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે કેવી ગરમી પડશે તે અંગે આગાહિ કરતા જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે અને લોકોએ સખત ગરમીનો સામનો કરવા તૈયાર રહેવુ પડશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી પડવાની શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં જ મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જવાની શકયતાઓ રહેલી છે. આ વર્ષનો ઉનાળા ની સખત ગરમી ને લીધે ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની શકયતા રહેલી છે. 20 એપ્રિલથી વધુ ગરમી નો અનુભવ થશે. એપ્રીલ મહિના ના અંતમા અને મે મહિનામા કાળઝાળ ગરમી પડશે.

વધુમા અંબાલાલે આગાહિ કરતા કહ્યું હતુ કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના લો પ્રેશર ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા લો પ્રેશર ઉભા થવાની શક્યતા છે. જો કે લોકો માટે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેવાની આગાહિ કરવામા આવી છે. અલ નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું રહે તેવી ધારણા છે.

સાથે સાથે આ વર્ષે કેરીનો પાક એક્વો રહેશે તે બાબતે પણ અંબાલાલ ની આગાહિ સામે આવી છે. ફેબ્રુઆરીનો મહિનો કેરીના પાક માટે નુકશાનકારક રહેવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું કે, સૂર્યનું રાશિ ભ્રમણ ને કારણે માર્ચ મહિનામા હવામાન મા પલટો આવવાની સંભાવના રહેલી છે. ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેવાની આગાહિ કરવામા આવી છે. જેના કારણે આંબાના મોર ખરે અને તેને નુકશાન થાય તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h થી વધુ રહે તેવી શકયતા છે. ખેતીના પાકોમા જીવાત અને રોગ આવવાથી ખેડૂતો એ વધુ કાળજી લેવી પડશે.

સાથે સાથે અંબાલાલ પટેલે એ પણઆગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટવાની અને ઠંડી પડવાની શકયતાઓ છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન મા વધારો થશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમી પડવાની શરુઆત થશે.

ચોમાસાના વરસાદ ઉપર સમગ્ર જનજીવન નો આધાર રહેલો હોય છે. ખાસ કરીને જગતનો તાત એટલે કે ખેડૂત મિત્રો ને ચોમાસુ કેવુ રહેશે તે ખાસ જાણવાની ઉત્કંઠા હોય છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંંબાલાલ પટેલની આગાહિ મુજબ ચાલુ વર્ષે ચોમાસા મા વરસાદ સારો રહેવાની શકયતા છે.

Read more

વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો

વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામા આવી છે. મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી જ એક સહાયકારી યોજના છે. વૃદ્ધો … Read more

Suryoday Yojana: હવે ઘર પર મફતમા લાગશે સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; વર્ષે 12 થી 15 હજારની આવક

Suryoday Yojana: પ્રધાનમંત્રી સુર્યોદય યોજના: રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારત દિન પ્રતિદિન હરણફાળ વિકાસ કરી રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટમા જાહેર કરવામાં આવેલી નવી સરકારી યોજ્ના એટલે જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની માહિતી ધીમે ધીમે સામે આવી રહી છે. આ યોજના ની જોગવાઇઓ અંતર્ગત લોકોને હવે પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધારે … Read more

PM Svanidhi Yojana: Apply for PM Svanidhi Loan

PM Svanidhi Yojana: Apply for PM Svanidhi Loan PM Svanidhi Yojana: Many schemes are run by the Government of India to raise the economic standard of living of the people. Many people have been taking advantage of it. In which equipment support and low interest rate loans and subsidies to farmers, Adlak Yojana for women, … Read more

Aadhaar Locking – Aadhaar holder can lock their UID/Aadhaar number anytime they wish

Aadhaar Locking – Aadhaar holder can lock their UID/Aadhaar number anytime they wish. Biometric locking/unlocking secures biometric authentication by locking biometrics data. Once the resident enables the Biometric Locking system their biometric remains locked till the Aadhaar Holder chose to either Unlock it (which is temporary) or Disable the Locking system. TOTP generation – Time-based … Read more

Namo Lakshmi Yojana Gujarat 2024: Eligibility Criteria, Benefits and Application Process

Namo Lakshmi Yojana Gujarat 2024: Eligibility Criteria, Benefits and Application Process Namo Lakshmi Yojana 2024 Overview:• Name of the Scheme: Namo Lakshmi Yojana Gujarat 2024• Launched by: Government of Gujarat• Article Category: Yojana• Budget of Yojana: Rs.1250 Crore• Application Mode: Online/ Offline• Scholarship for: Class 9th, 10th, 11th and 12th.• Scholarship Allowance: Total Rs 50000• … Read more

Top 5 Free Passport size photo maker App 2024

Top 5 Free Passport size photo maker App 2024 The top 5 free apps for creating passport-sized photos in 2024 Getting precise and polished photos for official documentation is crucial in the fast-paced world of today. This process is made easier with passport-size photo makers, which guarantee hassle-free, perfectly tailored photos every time. You can … Read more